B.Sc. સેમેસ્ટર-4ના પરિણામમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

- text


મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દ્વારા જાહેર થયેલા B.Sc. સેમેસ્ટર- 4ના પરિણામમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ જિલ્લામાં ટોપ-3 માટે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

મોરબી જિલ્લામાં 87.45% સાથે પાનેસરા પ્રિયાંશી પ્રથમ નંબર, 87.27% સાથે બાવરવા પાયલ જિલ્લામાં દ્વિતીય ક્રમે, તેમજ 86.36% સાથે માલવત કૌશર જિલ્લામાં તૃતીય સ્થાન મેળવી નવયુગ સાયન્સ કોલજની ઉત્તરોત્તર શ્રેષ્ઠ પરિણામ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. સર્વશ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- text

- text