વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા “તેરા તુજે અર્પણ” કાર્યક્રમ અંતર્ગત 7 મોબાઈલ શોધી અરજદારોને પરત કર્યા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા “તેરા તુજે અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” ના ઉપયોગથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા 1,20,000ની કિંમતના ખોવાયેલા કુલ 7 મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા છે.

- text

વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એચ.એસ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.એ.ભરગા અને પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR એપ્લિકેશનનો ઉપયોગ કરી સામાન્ય જનતાના ખોવાયેલા મોબાઈલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરી અને આ એપ્લિકેશનનું દરરોજનું અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા કુલ 7 મોબાઈલ કિંમત રૂપિયા 1,20,000ના શોધી અરજદારોને પરત સોંપ્યા હતા.

- text