મોરબીમાં સરકારી યોજના હેઠળ ખેડૂતો ખેતરમાં ડ્રોનથી દવા છંટકાવ કરાવી શકશે

- text


કૃષિ વિમાન યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર તા.3 જુલાઈથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

મોરબી : આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી ૦૩ જુલાઇ ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકારશ્રી દ્વારા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટ વર્ષ ૨૦૨૪-૨૫ માં કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

- text

રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ ૦૩ જુલાઇ ૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text