મોરબીના ધૂળકોટ – કોયલી ગામે પુલની દીવાલ ધરાશયી

- text


મોરબી : મોરબીના ધૂળકોટથી કોયલી ગજડી ગામ જવાના રસ્તે ગઈકાલે ભારે વરસાદ બાદ પુલની દીવાલ ધરાશયી થતા મોટા વાહનો નીકળવાનું બંધ થયું હોવાનું સામે આવ્યું છે

મોરબી જિલ્લાના ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ મોરબીના ધૂળકોટથી કોયલી ગજડી ગામ જવાના રસ્તે પુલની 150 ફૂટ લાંબી દીવાલ પૈકી અડધો અડધ દીવાલ ધરાશયી થતા હાલમાં અહીંથી મોટા વાહનો નીકળવાનું બંધ થયું હોવાનું ગામના પૂર્વ સરપંચ નટવરભાઈ રાઘવાણીએ જણાવ્યું હતું.

- text

- text