પોલીસે દારૂ - બિયર અને ટ્રેકટર સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યોહળવદ : દારૂના ધંધાર્થીઓ પોલીસની નજરથી બચવા અવનવા પેતરા રચતા હોય છે ત્યારે હળવદ પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીમાં નવતર પ્રકારે વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી કરવાનો કીમિયો કરનાર શખ્સને દબોચી લઈ દારૂ બિયર તેમજ ટ્રેકટર મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢવાણા ગામના પાટિયા નજીકથી બાતમીને આધારે ટ્રેકટર ચાલક આરોપી ડાયાભાઇ ગોપાલભાઈ પઢીયાર રહે.શિરોઇ, હળવદ વાળાને અટકાવી ટ્રેક્ટરની ટ્રોલીની તલાશી લેતા ટ્રેક્ટરમાંથી વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 8400 તેમજ બિયરના 12 ટીન કિંમત રૂપિયા 1200 મળી આવતા પોલીસે 2.70 લાખની કિંમતનું ટ્રેકટર - ટ્રોલી કબ્જે કર્યા હતા. આરોપીએ દારૂ બિયરનો આ જથ્થો આરોપી સુખદેવસિંહ ઉર્ફે એસપી પથુભા ચાવડા પાસેથી ખરીદ્યો હોવાની કબુલતા આપતા પોલીસે સુખદેવસિંહને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.