બગથળા થી ખાખરાળા રોડ પરની કેનાલમાં પડ્યું મોટું ગાબડું, તંત્ર અજાણ

- text


મોરબી : મોરબીના બગથળાથી ખાખરાળા રોડ પર આવેલી કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જો કે આ મામલે તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક યોગેશભાઈના જણાવ્યા પ્રમાણે બગથળાથી ખાખરાળા વચ્ચે કેનાલની સાયફનમાં કચરો ભરાઈ જતાં દોઢ ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. આ ગાબડું પડતાં આસપાસના સાતેક જેટલા ખેતરોમાં પાણી ભરાયા છે. આ અંગે મચ્છુ-2 ડેમના અધિકારી વિશાલ પટેલ સાથે વાતચીત કરતાં તેઓ આ વાતથી અજાણ હોવાનું અને આ અંગે જરૂરી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

- text