મોરબી : આહિર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા આ સપ્તાહને 'વૃક્ષારોપણ સપ્તાહ' તરીકે ઉજવવામાં આવનાર છે. ત્યારે આજ રોજ 1 જુલાઈ ને સોમવારથી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આહિર સેના ગુજરાત મોરબી જિલ્લાની ટીમ દ્વારા 1000 વૃક્ષ વાવી તેને ઉછેરવામાં આવશે. પ્રકૃતિનું જતન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે જેથી આપણા જીવનમાં અમૂલ્ય મહત્વ ધરાવતા વૃક્ષોની સાર-સંભાળ રાખી તથા નવા વૃક્ષો વાવી દરેકે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ તે હેતુ સાથે આહિર સેના ગુજરાત મોરબી જિલ્લાની ટીમ દ્વારા વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે..