હળવદના માનગઢ નજીક વાડામાંથી દારૂની 7 બોટલ પકડાઈ, આરોપી ફરાર

- text


હળવદ : હળવદ તાલુકાના ટીકર નજીક માનગઢ ગામની ગુંદાવા નામની સીમમાં મસાણી મેલડી માતાજીના મંદિર પાછળ આરોપી નિલેશ ચંદુભાઈ કોળી રહે.ટીકર વાળાએ વાડામા વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વાડામાંથી વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 2450નો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર ન મળી આવતા પોલીસે આરોપી નિલેશને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text