તેરા તુજકો અર્પણ ! હળવદ પોલીસે ખોવાયેલા 6 મોબાઈલ શોધી કાઢી પરત કર્યા

- text


હળવદ : ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કુલ 6 મોબાઈલ શોધી કાઢીને પોલીસે મૂળ મોબાઈલ ધારકોને આ મોબાઈલ પરત કરતા મોબાઈલ માલિકો ખુશખુશાલ બન્યા હતા.

- text

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી CEIR પોર્ટલમાં સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી કુલ 6 મોબાઈલ શોધી કાઢી તમામ અરજદારોને એક સાથે બોલાવી મોબાઈલ પરત કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યું છે.

- text