મોરબીમાં પ્રેમિકાનો પીછો કરવાની ના પાડતા યુવાન ઉપર છરી વડે હુમલો

- text


સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી : મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા યુવાનની પ્રેમિકાનો એક શખ્સ પીછો કરતો હોવાથી પીછો કરવાની ના પાડતા બે શખ્સોએ આ યુવાનને સિપાઈ વાસમાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે ગાળો આપી માર મારી છરીનો ઘા ઝીકી દેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા ફરિયાદી રેહાન આરીફભાઈ અજમેરી નામના યુવાનને આરજૂ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય આરોપી મહેમુદ અબ્દુલ ઘાંચી રહે.મકરાણીવાસ મોરબી નામનો શખ્સ આરજૂનો પીછો કરતો હોય ફરિયાદી રેહાને આરજૂનો પીછો નહિ કરવા જણાવ્યું હતું. દરમિયાન ગત તા.27ના રોજ રાત્રે ફરિયાદી રેહાન સિપાઈવાસમાં તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે આરોપી મહેમુદ અબ્દુલભાઈ ઘાંચી અને ધવલ રાવલ નામના બે શખ્સ બાઇકમાં આવ્યા હતા અને રેહાન સાથે ઝઘડો કરી છરીનો ઘા ઝીકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text