પ્રમુખ વિપુલ કોરડિયાએ રાજીનામુ આપતા શૈલેષભાઈ દેત્રોજાની પ્રમુખ પદે નિમણૂક કરાઈમોરબી : મોરબી પેપર મીલ એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પાર્થ પેપર મીલના શૈલેષભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ તરીકે તીર્થક પેપર મીલના કિરીટભાઈ ફૂલતરીયા, ઉપપ્રમુખ તરીકે એપોલો પેપર મીલના દિનેશભાઈ હરીપરા, ખજાનચી તરીકે વિલ્સન પેપર મીલના બળદેવભાઈ નાયકપરા તથા સેક્રેટરી તરીકે જયેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.મહત્વનું છે કે, પ્રમુખ તરીકે કાર્યભાર સાંભળતા વિપુલ કોરડિયાએ રાજીનામુ આપતા પેપર મીલ એસોસિએશનના આ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.