મોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ પદેથી વિપુલભાઈ કોરડીયાનું રાજીનામુ

- text


સામાજિક અને પારિવારિક જવાબદારીઓના કારણે પદ છોડ્યું : નવા પ્રમુખની થોડા સમયમાં થશે વરણી

મોરબી : મોરબી પેપરમિલ એસોસિએશન પ્રમુખ પદેથી વિપુલભાઈ કોરડીયા દ્વારા જાહેરનામું આપવામાં આવ્યું છે. તેઓએ સામાજિક અને પારિવારિક જવાબદારીઓના કારણે પદ છોડ્યું હોવાનું જણાવ્યું છે.

વિપુલભાઈ કોરડીયા દ્વારા રાજીનામાં પત્રમાં જણાવાયુ છે કે કોઈપણ જાતના દબાણ વગર જાહેર કરું છું કે, સ્વૈચ્છિક રીતે મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે રાજીનામું આપું છું, મેં એકદમ નિષ્ઠાપૂર્વક આ સંગઠનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સુધી સેવા આપી છે અને આ ઉદ્યોગના વિકાસ માટે સતત લડતો રહ્યો છું. પણ ઉદ્યોગના પ્રશ્ને સતત વાચા આપ્યા બાદ હવે મારી સામાજિક અને પરિવાર પ્રત્યે ઉત્તર દાયિત્વની જવાબદારી વધી હોવાથી પ્રમુખ તરીકેની સેવામાં કદાચિત ન્યાય ન આપી ન શકુ તે માટે પ્રમુખ તરીકેના પદ પરથી સ્વેચ્છાએ રાજીનામુ આપું છું.

- text

તેઓએ મોરબી અપડેટન સાથેની વાતચીતમાં કહ્યું કે સામાજિક અને પારિવારિક જવાબદારીઓના કારણે રાજીનામુ આપ્યું છે. અને હાલ નવા પ્રમુખની કાર્યવાહી ચાલુ છે. થોડા સમયમાં જ નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવશે.

- text