મોરબીના વીસીપરામાં વગર વરસાદે ઘુંટણ સમા પાણી ભરાયા

- text


મોરબી : મોરબીના અનેક વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમી બની છે ત્યારે વીસીપરા વિસ્તારમાં વિજયનગર મેઈન રોડ પર આવેલી ગુજરાત મેરી ટાઈમ બોર્ડની ઓફિસની સામે વગર વરસાદે ઘુંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો હાલાકીનો ભોગ બન્યા છે.

- text

મોરબીના વિસીપરામાં આવેલ ગુજરાત મેરી ટાઈમ બોર્ડની ઓફિસ પાસેનો રોડ વગર વરસાદે પાણી-પાણી થઈ ગયો છે અને ગંદું પાણી રોડ પર ભરાઈ ગયું છે. જેના કારણે અહીંથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકા આ કાયમી પ્રશ્નનું નિરાકરણ કરે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

- text