નવયુગ ફીડરમાં ફોલ્ટ સર્જાવા મામલે વિરપર (મચ્છુ) ગામ દ્વારા પીજીવીસીએલમાં રજૂઆત

- text


મેન્ટેનન્સની જરૂરી કાર્યવાહી કરી ફોલ્ટ દૂર કરવા કરાઈ માંગ

ટંકારા : નવયુગ ફીડરમાં લાઈનમાં વારંવાર ફોલ્ટ સર્જાતો હોવાથી વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયત દ્વારા વિરપરના પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઇજનેરને લેખિતમાં રજુઆત કરી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ઘણાં સમયથી નવયુગ ફીડરમાં અઠવાડિયામાં લગભગ ત્રણથી ચાર વખત લાઇન ફોલ્ટમાં જાય છે અને પાવર પૂર્વવત થતા બે કલાકનો સમય લાગે છે. અત્યારે ઉનાળાની ગરમીના દિવસોમાં લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ફીડરમાં ફોલ્ટ ન જાય તેના માટે મેન્ટેનન્સની જરૂરી કાર્યવાહી કરી યોગ્ય કરવા માંગ કરાઈ છે.

- text

- text