મોરબી : એક વૃક્ષ 'મા' કે નામ અભિયાન અંતર્ગત આજ રોજ તારીખ 29 જૂને લખધિરસિંહજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા વૃદ્ધાશ્રમમાં મોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખ આરતીબા રાણા અને કારોબારી સભ્ય સરલાબેન રાચ્છ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી આ વૃક્ષનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.