Morbi : મોડપર આંગણવાડીમાં કંકુ પગલાં કરાવી બાળકોને પ્રવેશ અપાયો

- text


મોરબી : સમગ્ર રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શિક્ષાનો એક અનન્ય અવસર બન્યો હતો. શાળાના શિક્ષકો તેમજ બાલવાટિકાના બહેનો હોંશે હોંશે બાળકોને શાળા, આંગણવાડીના પટાંગણમાં આવકાર્યા હતા. ત્યારે મોરબી તાલુકાના બગથળા સેજામાં આવતી મોડપર અને વિરપરડા આંગણવાડી ખાતે નાના-નાના ભૂલકાઓને આંગળી પકડી આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. નાના-નાના બાળકોએ કંકુ પગલાં પાડી અને તેમની કાલી ઘેલી ભાષાથી આંગણવાડીને જાણે કે, પાવન બનાવી હતી.

આ કાર્યક્રમમાં મોડપર ગામના સરપંચ સંગીતાબેન કગથરા, ગામના અગ્રણી તેમજ બહોળી સંખ્યમાં ગ્રામજનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી CDPO ભાવનાબેન ચારોલા તેમજ સુપરવાઈઝર પાયલબેન ડાંગરના માર્ગદર્શન હેઠળ મોડપર આંગણવાડીના કાર્યકર મનીષાબેન તથા વિરપરડા આંગણવાડીના કાર્યકર ફોરમબેન સુરેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text