ટંકારા તાલુકામાં સતત બીજા દિવસે મેઘો મહેરબાન

- text


ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ : સાંજે 4 વાગ્યા સુધીમાં 19 mm વરસાદ નોંધાયો

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સતત બે દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. ટંકારા તાલુકામાં ગઈકાલે બાદ આજે પણ વરસાદ વરસ્યો હતો. સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

આજ રોજ 29 જૂને ટંકારા તાલુકાના લજાઈ, વીરપર, હડમતિયા, ટંકાર, ધ્રુવનગર, હમીરપર, ઓટાળા, નાના ખીજડીયા સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટંકારામાં સાંજે 4 વાગ્યા સુધીમાં 19 mm વરસાદ નોંધાયો હતો.

- text

- text