30 જૂનની રાજકોટ-કોઈમ્બતુર અને રાજકોટ-રીવા એક્સપ્રેસ ટ્રેનો રીશેડ્યુલ કરાઈ

- text


મોરબી : ટેકનિકલ કારણોસર રાજકોટથી ચાલતી બે ટ્રેનોને 30 જૂન, 2024 ના રોજ રીશેડ્યુલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 30 જૂન, 2024 ના રોજ રાજકોટથી તેના નિર્ધારિત સમય સવારે 05.30ના બદલે 2 કલાક મોડી એટલે કે સવારે 07.30 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 22937 રાજકોટ-રીવા એક્સપ્રેસ 30 જૂન, 2024 ના રોજ રાજકોટથી તેના નિર્ધારિત સમય બપોરે 13.55 ના બદલે 2 કલાક 20 મિનિટ મોડી સાથે એટલે કે સાંજે 16.15 કલાકે ઉપડશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text