મોરબીના લીલાપર રોડ અને ભડિયાદ નજીક ચાર જુગારી પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં તીનપતિ અને નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ સરકારી આવાસ યોજનામાં જાહેરમાં નોટ નંબરનો જુગાર રમી રહેલા આરોપી કરણ દીપકભાઈ સોલંકી અને કાળું નાથાભાઇ દેલવાણિયાને રોકડા રૂપિયા 320 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ભડિયાદ નજીક રામપીરના ઢોરા પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી અહેમદહુસેન ઇબ્રાહિમભાઈ ભટ્ટી અને દિનેશભાઇ ઉર્ફે ટીનો કરમશીભાઈ વાઘેલા નામના શખ્સને રોકડા રૂપિયા 880 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text