મોરબી : આજે તારીખ 29 જૂન ને શનિવારના રોજ મોરબીની અવની ચોકડી સ્થિત મયુર પાર્કમાં રાત્રે ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી બહુચર આશ્રિત લોક ભવાઈ મંડળના નાયક મહેન્દ્રભાઈ અને પ્રફુલ્લભાઈ તરફથી તમામ ભવાઈ પ્રેમી જનતાને આ ભવાઈનો કાર્યક્રમ નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.