મોરબીના જોન્સનગરમાં વિદેશી દારૂની 74 બોટલ સાથે બે ઝડપાયા

- text


સીએનજી રીક્ષામાં દારૂની નાની મોટી બોટલ લઈને નીકળતા પોલીસે દબોચ્યા : ધ્રાંગધ્રાના શખ્સનું નામ ખુલ્યું

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે જોન્સનગરમાં ઓટો રીક્ષામાં દારૂની હેરફેર કરતા બે શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 74 બોટલ સાથે ઝડપી લઈ દારૂ સપ્લાય કરનાર ધ્રાંગધ્રાના શખ્સનું નામ ખોલાવી ત્રણ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જોન્સનગર શેરી નંબર 8માંથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી અખતર ઉર્ફે અસરફ અલ્લારખાભાઈ ઓઠા રહે.કુળદેવી પાન પાછળ મોરબી 2 મૂળ રહે.કૂડા ફાટક ધ્રાંગધ્રા અને આરોપી સલીમ ગુલામહુસેન ભટ્ટી રહે.જોન્સનગર નામના શખ્સોને સીએનજી ઓટો રીક્ષામાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી 74 બોટલ કિંમત રૂપિયા 14,045 સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી અસલમ માણેક રહે.ધ્રાંગધ્રા વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે 1 લાખની કિંમતની રીક્ષા તેમજ 5000ની કિંમતના એક મોબાઈલ સહિત 1,19,045ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી દારૂ સપ્લાયરને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

- text