મોરબીમાં કાલથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

- text


15 મિમીથી લઈ 62 મિમી સુધીનો વરસાદ પડવાની શક્યતા

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલથી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ દિવસ તાપમાન નીચું રહેશે. પરંતુ બફારો યથાવત રહેવાની શક્યતા છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ મોરબી જિલ્લામાં તા.29માં રોજ 62 મિમી, તા.30ના રોજ 15 મિમી, તા.1ના રોજ 16 મિમી, તા.2ના રોજ 20 મિમી તથા તા.3ના રોજ 20 મિમી સુધી વરસાદ વરસી શકે છે.આ દરમિયાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૨૯-જુન થી ૦૩-જુલાઈ ના રોજ છુટાછાવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

- text

આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમિયાન ૩૬-૩૭ ડીગ્રી સેલ્સીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૪-૮૩ અને ૪૮-૭૯ ટકા રહેશે. પવનની દિશા નૈસત્ય અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૨ થી ૩૪ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

- text