28 જૂન : સાંજે 2 કલાકમાં હળવદમાં એક ઇંચ, ટંકારામાં અડધો ઇંચ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. સાંજે બે કલાકમાં હળવદમાં એક ઇંચ તો ટંકારામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોના આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ઝરમર વરસી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે 28 જૂને બપોરે 2 થી 4ની વચ્ચે મોરબીમાં 20 mm વરસાદ નોંધાયો બાદ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન હળવદમાં 24 મિમી અને ટંકારામાં 16 મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જેને કારણે બન્ને વિસ્તારોમાં ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા છે. આ ઉપરાંત વિરપરમાં પણ છેલ્લો અડધો કલાકથી સારો વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

- text