માળિયા (મિ.)ના હરિપર ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

- text


માળીયા (મી.): દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા માળિયા (મિ.)ના હરિપરની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા માળિયા (મિ.) તથા ભચાઉ તાલુકાની વિવિધ શાળાઓમાં ધો.1માં અને બાલવાટિકમાં પ્રવેશતા 400 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારી વિભાગોના હોદ્દેદારો, ગામના સરપંચ તથા મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન લાંબા સમયથી સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં ઊંડાણપૂર્વક સંકળાયેલું છે. ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમો, શૈક્ષણિક કીટનું વિતરણ, રમત ગમત સ્પર્ધા, આઈ.ટી.શાળાને ભેટ, શાળામાં વોટર કુલરની સુવિધા વગેરે જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના જોઈન્ટ ડાયરેક્ટ કરણસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ કંપનીના વિવિધ અધિકારી વિવેક ધૃણા, રમજાન જેડા, અમિત સવસેટા અને રાજેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text