- text
શાળામાં મહેમાનના હસ્તે સ્માર્ટ કલાસ અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું
મોરબી : જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત વાંકાનેર તાલુકાની પંચાસિયા પ્રાથમિક શાળામાં આજે તારીખ 28-06-2024ના રોજ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -2024″ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં શાળાના બાલવાટિકા અને ધોરણ – 1ના બાળકોને પ્રવેશ અપાવવા રોહિત પ્રજાપતિ, સહાયક પ્રાદેશિક વાહન વ્યહવાર અધિકારી મોરબી, અને વાંકાનેર ચીફ ઓફિસર ગિરીશભાઈ સેરેયા, લાયજન ઓફિસર ગિરિરાજસિંહ ઝાલા, ગામના સરપંચ, તેમજ એસ.એમ.સી અધ્યક્ષ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને વિદ્યારંભ માટે પ્રવેશ અપાવી શિક્ષણ થકી તેમના ભાવી જીવન ઘડતર માટે શુભેચ્છાઓ પાઠવી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ તકે શાળામાં સ્માર્ટ કલાસ અને કોમ્પ્યુટર લેબનું પણ મહેમાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. આ પ્રસંગે SMC સભ્યો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)