મોરબીની પંચાસર પ્રા.શાળામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

- text


ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે પંચાસર પ્રાથમિક શાળા અને શીવનગર પ્રાથમિક શાળાનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

- text

આ પ્રવેશ ઉત્સવમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે ગત શૈક્ષણિક વર્ષના ધોરણ 3 થી 8માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીનાં પશુપાલન નિયામક જે.પી.ઉઘરેજા, નીચી માંડલ સી.આર.સી. ચન્દ્રકાંત બાવરવા, એસ.એમ.સી.નાં અધ્યક્ષ અને સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ તેમજ શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- text