મોરબી તાલુકાની મધુપુર પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના મધુપુર ગામની પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણનો કાર્યકમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન મધુપુર ગામે રાજપૂત કરણીસેનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મધુપુર રામપર બહાદુર ગઢના સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કરણીસેના દ્વારા સ્કૂલ બેગ, બુક, પેન, પેન્સિલ, કંપાસ વગેરે જેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમજ મધુપુર આંગણવાડીના બાળકો માટે કરણીસેના ટીમ દ્વારા રૂપિયા 11 હજારની રકમ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

- text

 

- text