મોરબી – માળીયા મિયાણા હાઇવે ખાણીજચોરી મામલે બે ડમ્પર ઝડપાયા

- text


ખાણ ખનીજ વિભાગે ચાઈના કલે અને મોરમની ખનીજ ચોરી સબબ 60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગે ગતરાત્રીના સમયે ચેકીંગ કરી માળીયા મિયાણા – મોરબી હાઇવે ઉપરથી ખનીજ ચોરી મામલે બે ડમ્પર ઝડપી લઈ ચાઈના કલે અને મોરમની ખનીજ ચોરી મામલે કાર્યવાહી કરી અંદાજે 60 લાખની કિંમતના બે વાહનો મોરબી પોલીસ મથકે જમા કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ખાણ ખનીજ વિભાગ મોરબીના ભુસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરની સૂચનાથી રોયલ્ટી ઇસ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને રવિ કણસાગરા દ્વારા ગતરાત્રીના માળીયા-મોરબી હાઇવે ઉપરથી ડમ્પર નંબર GJ-36-V-1561ના ચાલકને ગેરકાયદેસર રીતે મોરમ અને GJ-12-BV-8750 ને ચાઇનાં ક્લે ખનીજના વહન બદલ ઝડપી લઈ અંદાજે 60 લાખની કિંમતના બન્ને ડમ્પરોને સીઝ કરી આગળની નિયમોનુસાર કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યા હતા.

- text

- text