મોરબીના ઘુંટુ નજીક સેનેટરીવેર્સ ફેકટરીમા પરિણીતાની છેડતી

- text


શારીરિક અડપલા કરનાર વાંકાનેરના ખીજડિયા ગામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક આવેલ સેનેટરીવેર્સ ફેકટરીમાં કામ કરતી શ્રમિક મહિલાના લેબરરૂમમાં ઘુસી વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામના શખ્સે પરિણીતાને છેડતી કરી અડપલા કરતા બનાવ અંગે એટ્રોસિટી એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજકોટ જિલ્લાના વીંછીયા ગામે રહેતા અને હાલમાં ઘુંટુ ગામની સીમમાં આવેલ હોલો સેનેટરીવેર કારખાનામાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા 29 વર્ષીય અનુસૂચિત જાતિ સમાજના પરિણીતાના લેબર કવાટર્સમાં ઘુસી અંદરથી દરવાજો બંધ કરી દઈ આરોપી મુનાફ અબ્દુલભાઇ શેરસિયા રહે.વાંકાનેર વાળાએ પરિણીતાનું બાવડું પકડી બળજબરીથી ચુંબન કરી શારીરિક અડપલા કરતા પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ તેમજ આઇપીસી કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text