ટંકારા ITI ખાતે લર્નિંગ લાયસન્સની કામગીરી આજથી 29 જૂન સુધી બંધ રહેશે

- text


27 થી 29 જૂન સુધી લર્નિંગ લાયસન્સ માટેની એપોઇન્ટમેન્ટ ન લેવા સૂચના

ટંકારા : ટંકારામાં આવેલી સરકારી ITI ખાતે ચાલતી લર્નિંગ લાયસન્સની કામગીરી આજ રોજ તારીખ 27 જૂન થી 29 જૂન સુધી બંધ રહેશે તેથી લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટેની એપોઇન્ટમેન્ટ રી-શિડ્યુલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ટંકારા ITI (આઈટીઆઈ) ખાતે ગઈકાલે તારીખ 26 જૂનના રોજ બપોરના સમયે વીજળી પડી હતી. જેના કારણે આઈટીઆઈમાં અંદર રહેલ GSWAN કનેક્ટિવિટી માટે POE Adapter અને તેને સંલગ્ન ઈન્ટરનેટ સ્વીચ બળી ગઈ છે. જેથી 27 જૂન થી 29 જૂન સુધી સરકારી આઈ.ટી.આઈ ટંકારા ખાતે ચાલતી લર્નિગ લાઇસન્સની કામગીરી બંધ રહેશે. જેથી જે અરજદારો દ્વારા 27 જૂન થી 29 જૂન સુધી લર્નિગ લાયસન્સ પરીક્ષા માટેની એપોઇન્ટમેન્ટ લીધેલી છે તેઓની એપોઇન્ટમેન્ટ આર.ટી.ઓ કચેરી મોરબી તરફથી રી-શિડ્યુલ કરવામાં આવી છે. તેમજ અરજદારોને 27 થી 29 જૂન સુધી લર્નિગ લાયસન્સ પરીક્ષા માટેની એપોઇન્ટમેન્ટ ન લેવાની જાણ કરવામાં આવી છે.

- text

- text