મોરબીના યુવાનને સમાધાન કરી લેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી

- text


મોરબી : મોરબીમાં અગાઉના ઝઘડામાં જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના કિસ્સામાં સમાધાન કરી લેવાનું કહી આરોપીએ યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા ફરિયાદી રહીમભાઈ ઉર્ફે ટકો વલીમામદ ચાનીયા ઉ.34 નામના યુવાનને આરોપી ઇરફાન કરીમભાઈ પારેડી નામના શખ્સે વજેપરમાં નર્મદા હોલ પાસે ગાળો આપી ફરિયાદીએ અગાઉ કરેલા આઇપીસી 307 મુજબના હત્યાની કોશિષના બનાવમાં સમાધાન કરી લેવાનું કહી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text