શિવધુન મંડળ- રવાપર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણીની બોટલનું વિતરણ કરાયું

- text


મોરબી : શ્રી શિવધુન મંડળ- રવાપર દ્વારા ક્રિષ્ના સ્કૂલ પાસે લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને એક લિટરની ઠંડા પાણીની આશરે 51000 રૂપિયા કિંમતની 120 નંગ બોટલ ભેટમાં આપવામાં આવી છે. પ્રજ્ઞાચક્ષુઓને કામ પર લઈ જવા ઠંડુ પાણી આ બોટલમાં રહે અને તેઓ કામ કરીને ઠંડુ પાણી પી શકે તે હેતુથી શિવધુન મંડળ દ્વારા બોટેલનું વિતરણ કરવામાં આવ્યું છે.

શ્રી શિવધુન મંડળ પરિવાર દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. જેમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ સવારમાં પ્રભાત ફેરી કરવામાં આવે છે. આ પ્રભાત ફેરીમાં એકત્રીત થતાં અનુદાનમાંથી તે જ દિવસે જુદી-જુદી ગૌશાળામાં ગાયોને ઘાસચારો પહોંચાડી દેવામાં આવે છે. આ ઉપરાંત એકત્રીત થતાં અનાજમાંથી દરરોજ પક્ષીઓને સવાર- સાંજ 20 થી 25 કિલો ચણ નાખવામાં આવે છે.

આ મંડળ દ્વારા સરકારી હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિનામાં 15 થી 20 દિવસ કાટલાવાળા લાડવા પ્રસાદ રૂપે છેલ્લા 5 વર્ષથી પહોંચાડવામાં આવે છે. તેમજ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને લક્ષ્મીનગર ખાતે જરૂરિયાત મુજબ રાશન કીટ પહોંચાડવી, શોભેશ્વર રોડ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બંને જગ્યાએ જરૂરી રાશન કીટ મોકલાવવી, તથા કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં બીમાર પક્ષીઓ માટે મેડિકલ કીટ (દવાઓ) આપવામાં આવે છે. તેમજ રવાપર-ઘુનડા રોડ ઉપર ઝૂંપડપટ્ટીમાં નાના બાળકોને બટુક ભોજન કરાવવા જેવી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ શિવધુન મંડળ દ્વારા કરવામાં આવે છે.

- text

- text