Morbi : ભડિયાદ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ યોજાયો

- text


મોરબી : આજથી રાજ્યભરની સરકારી શાળાઓમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ છે. ત્યારે મોરબી તાલુકાના ભડિયાદ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પણ કેન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના અધિક સચિવ એચ.કે. વઢવાણીયા (IAS) અને સિંચાઈ વિભાગ મોરબીના કાર્યપાલક એન્જિનિયર જે.જે. દાણીધારિયા ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહેમાનોની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1માં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભડિયાદ ગામના વતની ભગીરથભાઈ પ્રવિણભાઈ આદ્રોજાએ શાળાના ધોરણ 1 થી 8ના કૂલ 104 બાળકોને સ્કૂલ યુનિફોર્મ તેમજ પેડ આપ્યા હતા. આ દાતાનું સન્માન આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

- text

- text