મોરબીમાં ડૂબી જતાં વૃદ્ધ અને આધેડનું મૃત્યુ

- text


પુનાના આધેડ આરટીઓ કચેરી પાસે ડૂબી ગયા : પીપળી ગામના વૃદ્ધનું મચ્છુ -2 ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ

મોરબી : મોરબીના મચ્છુ – 2 ડેમમા ડૂબી જવાથી પીપળી ગામના વૃદ્ધનું તેમજ જૂની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબી જવાથી પુના મહારાષ્ટ્રના આધેડનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના જુના પીપળી ગામે રહેતા જેઠાભાઇ ભોજુભાઈ ચૌહાણ ઉ.85 નામના વૃદ્ધનું રફાળીયા પાસે આવેલ મચ્છુ -2 ડેમમા કોઈ કારણોસર પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

- text

જ્યારે બીજા બનાવમાં મોરબીના જુના આરટીઓ પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબી જવાથી પુના મહારાષ્ટ્રના વિનોદભાઈ નંદકિશોરભાઈ ચૌધરી ઉ.50 નામના આધેડનું કોઈ કારણોસર નદીમાં પડી ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બન્ને કિસ્સામાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text