મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના જોન્સનગર શેરી નંબર 8માં જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લઈ જુગાર રમાડી રહેલા આરોપી શબીર ગુલામહુસેન ભટ્ટી નામના શખ્સને ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 270 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.