જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા મોરબી : ચોમાસાની શરૂઆત રાજ્યમાં થઈ ચૂકી છે. જો કે મોરબી જિલ્લામાં હજુ સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી ત્યારે આવતીકાલ તારીખ 26 જૂનથી 30 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે મોરબી જિલ્લામાં તારીખ 26 જૂનથી 30 જૂન સુધી વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ પડશે. જેમાં 26 જૂને 11 મી.મી., 27 જૂને 15 મી.મી., 28 જૂને 3 મી.મી., 29 જૂને 6 મી.મી., અને 30 જૂને 15 મી.મી. એમ પાંચ દિવસમાં કુલ 50 મી.મી. એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.