મોરબી એબીવીપીમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ

- text


મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં મોરબી જિલ્લાના કાર્યકર્તાઓની નવી જવાબદારી સોંપી નિમણૂક કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો પ્રદેશ અભ્યાસ વર્ગ 18 થી 21 જૂન સુધી પોરબંદર ખાતે યોજાયો હતો. જેમાં વર્ષ 2024-25 માટે નવનિયુકત જિલ્લા સંયોજક અને વિભાગ સંયોજકની ધોષણા કરવામાં આવી છે.

જેમાં મોરબી શાખાના કાર્યકર્તા મનદિપસિંહ ઝાલાને પુનઃ રાજકોટ વિભાગ સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મોરબી જિલ્લા પ્રમુખ તરીકે સંજયભાઈ વીરડીયાની પુનઃ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા સંયોજક તરીકે રાજદિપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. નવી નિમણૂક થતાં સૌને એબીવીપી મોરબી પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

- text

- text