મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં 26 જૂને વીજકાપ રહેશે 

- text


મોરબી : મોરબીમાં ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 26 જૂનના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વુગા જેજીવાય ફીડર (ઘુંટુ ગામ તથા આસપાસનો વિસ્તાર), વેરીટાસ જેજીવાય ( ઊંચી માંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર), થિયોસ જેજિવાય ( તળાવિયા શનાળા ગામ તથા આસપાસનો વિસ્તાર) તથા સરજુ ઔદ્યોગિક આઇબિસ ઔદ્યોગિક વિસ્તારમાં સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

- text

સિરામિક ઇન્ડસ્ટ્રીયલ તથા વિનઆર્ટ ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજજોડાણોમાં સવારે 3 થી 5 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text