મોરબીમાં પોલીસ ચોકી પાસે જ દારૂડિયો ટલ્લી બન્યો 

- text


વીસી ફાટક નજીક દારૂના નશામાં ચૂર બની દારૂડિયો રોડ ઉપર આળોટ્યો 

મોરબી : મોરબી પોલીસ દારૂની બદી દૂર કરવા માટે દરરોજ અસંખ્ય કેસ કરીને પ્યાસીઓ તેમજ દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવી રહી હોવા છતાં પણ દારૂડિયાઓ સુધારવાનું નામ નથી લેતા ત્યારે આજે મોરબીના વીસી ફાટક નજીક એક દારૂડિયો નશામાં ચૂર બની ટલ્લી થઇ પોલીસ ચોકી નજીક જ રોડ વચ્ચોવચ આળોટતો જોવા મળતા જાગૃત નાગરિકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વીસી ફાટક નજીક આવેલ પોલીસ ચોકીથી નજીકના અંતરે જ આજે એક શખ્સ નશામાં ચકચૂર બની ખાશે કરવાની સાથે દારૂડિયાને જાણે કાયદાનો ડર જ ન હોય તેવી રીતે ફાટક નજીક જ રોડની વચ્ચોવચ્ચ સુઈ જઈ બકવાસ કરતો જોવા મળ્યો હતો. ધોળા દહાડે દારૂડિયાએ જાહેરમાં કરેલા ખેલ મામલે કોઈ જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર જાગી છે.

- text

- text