બાઈક સ્લીપ થતા પાછળ આવતા ટ્રક નીચે કચડાઈ જતા મૃત્યુ, એક ઇજાગ્રસ્તમોરબી : કચ્છ - માળીયા મિયાણા હાઇવે ઉપર હોનેસ્ટ હોટલ નજીક લૌકિકેથી પરત આવી રહેલા બે બાઈક સવાર યુવાનોનું બાઈક સ્લીપ થતા પાછળ આવી રહેલા ટ્રક નીચે કચડાઈ જતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના જાંબુડિયા ગામે રહેતા સુરેશભાઈ વાલજીભાઈ પડાયાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક જીજે - 12 - એઝેડ - 5956ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાના મિત્ર સંજયભાઈ અંબારામભાઈ સોલંકી ઉ.37 રહે.નીચી માંડલ વાળા સાથે કચ્છમાં લૌકિકમાંથી આવી રહ્યા હતા ત્યારે માળીયા મિયાણા નજીક હોનેસ્ટ હોટલ પાસે બાઈક ચલાવી રહેલા સંજયભાઈએ બેલન્સ ગુમાવતા બાઈક સ્લીપ થઈ જતા પાછળ પુર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે હડફેટે લઈ લેતા સંજયભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.