મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે

- text


અરજીપત્રક નમૂનો https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી મેળવી શકાશે

મોરબી : મોરબી કલેક્ટર કચેરી ખાતે 11 (અગિયાર) માસ માટે કરાર આધારિત કાયદા સલાહકારની 1 (એક) જગ્યા (પગાર રૂ. 60,000/-ફિક્સ પ્રતિ માસ) ઊભી કરવામાં આવેલ જગ્યાની મુદત 01-03-2024 થી વધુ 11 માસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

આ કરાર આધારિત નિમણુંક પર સરકાર દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જેમાં અરજદારની ઉંમર નિયત કરેલ તારીખના રોજ 50 (પચાસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ અંગેનો અરજીપત્રક નમૂનો, લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના તા. 06-03-2012ના ઠરાવથી નક્કી કરેલ પરિશિષ્ટ-1, પરિશિષ્ટ-2, તથા પરિશિષ્ટ- 3 કલેક્ટર કચેરી મોરબીની વેબસાઈટ https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે.

- text

રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે તૈયાર કરેલ પસંદગી યાદી મુજબના ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું ઠરાવમાં દર્શાવેલ પરિશિષ્ટ-૩ (ડી) ની જોગવાઈ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજદારે સંપૂર્ણ વિગત ભરેલી અરજી સાથે લાયકાત તથા અનુભવના આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફી પેટે કલેકટરશ્રી, મોરબીના નામનો રૂ. 100નો ડિમાન્ડ ડ્રાફ્ટ (નોન રિફન્ડેબલ) રજૂ કરવાનો રહેશે. અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-363642ની રજીસ્ટ્રી શાખામાં તારીખ 10-07-2024 સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એડી. અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે.

અધુરી વિગત વાળી તેમજ સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવાશે નહીં, સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે કલેક્ટર કચેરીની મેજીસ્ટ્રીયલ શાખાનો સંપર્ક કરવા મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

- text