ધોરણ 12ની પૂરક પરીક્ષામાં અંગ્રેજીમાં 19 વિદ્યાર્થીઓ ગેરહાજર, સંસ્કૃતમાં સો ટકા હાજર

- text


મોરબી : ગઈ કાલથી ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થઇ ચુકી છે. મોરબીમાં પણ ત્રણેય પ્રવાહમાં આ પૂરક પરીક્ષામાં આજે બીજા દિવસે સંસ્કૃત, અંગ્રેજી FL તથા અંગ્રેજી SL અને અર્થશાસ્ત્રમાં કુલ 187 જેટલા વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 28 જેટલાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

આજે પણ વિજ્ઞાન પ્રવાહમાં વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી FL માં કુલ 11 વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. સાથે સાથે અંગ્રેજી SL માં કુલ 79 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં અને વાણિજ્ય પ્રવાહમાં 83 વિદ્યાર્થીઓમાંથી 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. જ્યારે સામાન્ય પ્રવાહમાં સંસ્કૃતમાં તમામ 14 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text

- text