ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા યોગ દિવસ નિમિત્તે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આદિનાથ યોગા ગૃપ સાથે સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મોટી સંખ્યામાં આદિનાથ ગ્રુપના બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. સાથે ક્લબના મેમ્બરો માટે પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં વિજેતા થયેલા બહેનોને શોભનાબા ઝાલા તરફથી મેડલ આપવામાં આવ્યા હતા. તેમજ બિંદીયાબેન શાહ તરફથી અન્ય પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈએ સ્પર્ધામાં સહયોગી તરીકે શોભનાબા ઝાલા અને બિંદીયાબેન શાહનો આભાર માન્યો હતો. આ સાથે જજ તરીકે ઉપસ્થિત પાયલબેન આસર અને પૂનમબેન પટેલનો પણ આભાર માન્યો હતો. આદિનાથ યોગા ગૃપના સંચાલક ઈલાબેન અને નેહાબેનનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text