મોરબીમા બે હજારની એક એવી 15 દારૂની બાટલી સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શક્તિ ચેમ્બર પાછળ આવેલ સિરામિક સીટી આઈ -6 ફ્લેટમા મોંઘાદાટ વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી ઉમેશ રામજીભાઈ પટેલ ઉ.31 રહે.બગથળા વાળાને રૂપિયા 2000ની એક એવી જ્હોની વોકર બ્રાન્ડ રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 15 બોટલ કિંમત રૂપિયા 30 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text