મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં શેરી નં.3માં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં શેરીમાં ગટરનું પાણી ભરાયેલું રહેતું હોય અહીંથી ચાલી પણ શકાય તેમ નથી. ત્યારે નગરપાલિકા આ મામલે તાકીદે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text