મોરબીના ઘૂળકોટ ગામે સામે આવેલી ઘટનામોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગામે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન માટે સરકારે ફાળવેલી જમીન ઉપર એક શખ્સ દ્વારા ખેતી કરી સ્મશાનની જગ્યા ખાલી કરવામાં ન આવતા આ મામલે એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ દાખલ લરવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ધૂળકોટ ગામે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન માટે સરકારે ફાળવેલી જમીન ઉપર આરોપી દિપુ દામજીભાઈ ચાવડા નામનો શખ્સ ખેતી કરતો હોવાથી આ જમીન ખાલી નહિ કરતા બનાવ મામલે ફરિયાદી વિનોદભાઈ મગનભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.