કોમ્પિટિશનમાં વિજેતા બાળકોને ઇન્ડિયન લિયો ક્લબ તરફથી મેડલ આપવામાં આવ્યામોરબી : મોરબી ઇન્ડિયન લિયો ક્લબ દ્વારા તારીખ 21 જૂનના રોજ રવાપર રોડ પર આવેલી નીલકંઠ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ બાળકો દ્વારા સંચાલિત આ ઇન્ડિયન લીયો ક્લબ દ્વારા બેસ્ટ યોગાસનની કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું. જેમાં નીલકંઠ સ્કૂલના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં વિજેતા બાળકોને ઇન્ડિયન લિયો ક્લબ તરફથી મેડલ આપવામાં આવ્યા હતા. તેમજ તમામ ભાગ લેનાર સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન લિયો ક્લબ વિશે માહિતી આપતા પ્રેસિડેન્ટ એન્જલબા ઝાલાએ બાળકોને ક્લબની પ્રવૃત્તિઓ તેમજ જીવનમાં યોગના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે યોગા ટીચર પારૂલબેન પટેલે સહયોગ આપ્યો હતો તેમજ તેમણે બાળકોને રોજ નિયમિત ધ્યાન તેમજ યોગા કરીશું તેવા શપથ લેવડાવ્યા હતા.કાર્યક્રમમાં સેક્રેટરી શ્રેયા ઘોડાસરાએ નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીત વડસોલા, એકતા મેડમ, નિર્ણાયક પારુલ મેડમ, લીઓ ક્લબના પ્રણેતા પ્રીતિબેન દેસાઈ, મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના હોદ્દેદારો મયુરીબેન, હીનાબેન, સાધનાબેન, શોભનાબા તેમજ સમગ્ર નીલકંઠ સ્કૂલના સ્ટાફ અને બાળકોનો કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર માન્યો હતો. કાર્યક્રમમાં વાઈસ પ્રેસિડેન્ટ શ્રેયા પંડ્યા તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર નિત્યા ઘોડાસરાએ પણ સાથ સહકાર આપ્યો હતો.