માળિયામાં સંગાથ વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરાઈ

- text


માળિયા (મિ.) : ગઈકાલે તારીખ 21 જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે માળિયા તાલુકાના રાયસંગ ગામના પાટિયા પાસે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વૃદ્ધાશ્રમમાં રહેતા 36 વૃદ્ધ માતા-પિતાએ ભાગ લીધો હતો અને યોગ કર્યા હતા.

- text

- text