સરકારી શિક્ષકોના આઈકાર્ડ કાઢી સેવા પોથીમાં તમામ નોંધો એક જ દિવસમાં પૂર્ણ કરી મોરબી : મોરબીમાં જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા અને DEO ઓફિસ દ્વારા જિલ્લાના મોરબી જિલ્લાની તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના આઈકાર્ડ કઢાવી આપવાની સાથે જિલ્લાના તમામ શિક્ષકોની સેવા પોથીમાં આજ સુધીની તમામ પ્રકારની નોંધો એક જ દિવસમાં સંપૂર્ણ પૂરી કરીને પ્રશંસનીય કામગીરી કરી છે.સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ખાસ જરૂરી એવા પોતાના આઈકાર્ડ કે જે શિક્ષકોને રોજ બરોજના જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગી થાય, જેના માટે શિક્ષકો દ્વારા મોરબી જિલ્લા સરકારી હાઇસ્કૂલ સંઘને રજુઆત કરવામાં આવી હતી. મોરબી જિલ્લા સરકારી હાઇસ્કૂલના પ્રમુખ મેહુલ દેથરિયાએ મોરબી જિલ્લાના શિક્ષણાધિકારી કમલેશ મોતાને આ બાબતે રજુઆત કરી હતી. ત્યારે કમલેશભાઈ મોતાએ તરત જ સકારાત્મક વલણ દાખવી મોરબી જિલ્લાના તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના ઓળખપત્ર બનાવી આપ્યા છે. તેમજ શિક્ષકોના જીવનનું અમુલ્ય દસ્તાવેજ એવા સેવાપોથી જેમાં જિલ્લાના તમામ શિક્ષકોની આજ સુધીની તમામ પ્રકારની નોંધો એક જ દિવસમાં સંપૂર્ણ પૂરી કરીને પ્રશંસનીય કામગીરી કરી છે.આ તકે વહીવટી કુશળ અને શિક્ષકોના પ્રશ્નોને શક્ય એટલા ઝડપી ઉકેલનાર મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા તેમજ શિક્ષણ નિરીક્ષક એવા પ્રવીણ અંબારીયા અને DEO ઓફિસના તમામ કર્મચારીનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.