મોરબી : આજ રોજ 21 જૂને 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરાયું અને ત્યારબાદ નડાબેટ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુલ સંબોધન થયું. આયુષ મંત્રાલય દ્વારા 45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી યોગ કોચ વાલજીભાઈ ડાભી અને અન્ય યોગ શિક્ષકો દ્વારા ઉપસ્થિત સર્વેને યોગાનો અભ્યાસ કરાવાયો હતો. અંતે રાષ્ટ્ર્રગીત સાથે કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, કલેક્ટર કે. બી. ઝવેરી, ડેપ્યુટી કલેક્ટર શુશીલ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેસીયા તથા અન્ય અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યોગ કરી અને યોગ દિવસની ઉજવણી કરી હતી.